Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ધોની પાસે પૂર્ણ શ્રમતા :2019 વિશ્વકપ માટેની ટીમમાં સમાવેશ કરવો જોઈએ : સ્ટીફન ફ્લેમિંગ

 

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીને વિન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે ટી-20 રાષ્ટ્રીય ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે, ત્યારે  આઈપીએલ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સમાં કોચ રહેલા સ્ટીફન ફ્લેમિંગનું માનવુ છે કે 2019 વિશ્વ કપમાં ધોની ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે અને તેમનો ટીમમાં સમાવેશ કરવો જોઈએ.

પૂર્વ ભારતીય સુકાની ધોનીનું સમર્થન કરતા ફ્લેમિંગે કહ્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટની પાસે ધોનીને વિશ્વકપ ટીમમાં સામેલ કરવાના ઘણા કારણ છે.

(10:26 pm IST)