Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચમાં મુરલી વિજયની શાનદાર સદી :એક જ ઓવરમાં 26 રન ફટકાર્યા

ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મેચ પહેલા સિડનીમાં રમાયેલી પ્રેક્ટિસ મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાના ઓપનર મુરલી વિજયે આક્રમક સદી ફટકારી હતી. બીજી તરફ ઓપનર કે રાહુલે પણ ફોર્મ પરત મેળવ્યુ હતુ.

  મુરલી વિજયે 132 બોલમાં 129 રનની ઈનિંગ રમી હતી. જેમાં એક ઓવરમાં 26 રન ફટકારીને વિજયે પોતાની સદી પુરી કરી હતી. ઓસ્ટ્રેલિયાના મિડિયમ પેસ બોલર જેક કાર્ડરની બોલિંગમાં વિજયે 3 ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા.

  રાહુલે પણ 62 રનની ઈનિંગ રમી હતી. ડ્રો થયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં બે વિકેટના ભોગે 211 રન બનાવ્યા હતા.

(7:43 pm IST)