Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

હોકી વિશ્વ કપ: ઓસ્ટ્રેલિયાએ 2-1થી આપી આયર્લેન્ડને માત

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાની ટીમે ૧૪મા હોકી વિશ્વ કપની તેની પહેલી મેચમાં આયરલેન્ડને ૨-૧થી હાર આપી છે. જોકે ઓસ્ટ્રેલિયા જીત માટે છેક છેલ્લે સુધી ઝઝૂમવું પડયું હતું. વર્લ્ડ નંબર ઓસ્ટ્રેલિયા ચાર પેનલ્ટી કોર્નરમાંથી ફક્ત એક પર જ ગોલ કરી શકી હતી. હવે ઓસ્ટ્રેલિયાનો આગામી મુકાબલો ઇંગ્લેન્ડ સામે ૪ ડિસેમ્બર થવાનો છે. શુક્રવારે વિશ્વ કપના ત્રીજા દિવસે કલિંગા સ્ટેડિયમના પહેલા મુકાબલમાં ઓસ્ટ્રેલિયા અને આયરલેન્ડ સામસામા ટકરાયા હતા. ગ્રૂપ બીની આ મેચમાં ઓસ્ટ્રેલિયાને પહેલેથી જ દાવેદાર માનવામાં આવતું હતું. ઓસ્ટ્રેલિયાએ શરૂઆત પણ ચેમ્પિયનની જેમ કરી હતી. બ્લૈક ગોવર્સે ૧૧મી મિનિટમાં ગોલ કરીને ઓસ્ટ્રેલિયાને ૧-૦થી આગળ કરી દીધું. જોકે તેની શરૂઆત બે મિનિટ ટકી. આયરલેન્ડે ૧૩મી મિનિટમાં શેન ઓ ડોનોગહુએના ગોલની બરાબરી કરી લીધી. આ રીતે પહેલા ક્વોર્ટર પછી બંને ટીમો ૧-૧ની બરાબરીએ પહોંચી હતી. આયરલેન્ડની ટીમને નબળી માનવામાં આવે છે તેમ છતાં પણ તેણે બીજા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાને ૧-૦થી આગળ કરાવી દીધું હતું.

(6:10 pm IST)