Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

મહિલા ક્રિકેટ ટીમના કોચ પોવારની થશે હકાલપટ્ટી: નવા કોચ માટે માગવી અરજી

નવી દિલ્હી:સીનિયર ખેલાડી મિતાલી રાજ અને કોચ રમેશ પોવાર વચ્ચે મતભેદ સામે આવ્યા અને શુક્રવારે પોવારનું કાર્યકાળ ખત્મ થયા બાદ બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમ માટે નવા કોચ માટે આવેદન મંગાવ્યા છે અને તેઓ આ પદ માટે કોઈ ઈન્ટરનેશનલ પુરૂષ ક્રિકેટરને આ જવાબદારી સોંપવા માગે છે. પીટીઆઈ સમાચાર અનુસાર મુખ્ય કોચ પદ માટે ટોમ મૂડી, ડોવ વાટમોર અને વેંકટેશ પ્રસાદના નામો પર વિચાર કરવામા આવી રહ્યો છે.મળી રહેલા સમાચાર અનુસારા બીસીસીઆઈ વેસ્ટઈન્ડિઝમાં થયેલ આઈસીસી મહિલા વિશ્વ ટી-20 દરમિયાન સેમીફાઈનલમાં મળેલી હાર અને કોચ પોવાર વચ્ચે મતભેદ જેવી સ્થિતિ ફરીથી ઈચ્છતા નથી. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સેમીફાઈનલમાં મિતાલીને બહાર રાખવાના કારણે વિવાદ ઉભો થયો હતો. ભારતને ઈંગ્લેન્ડે તે મેચમાં આઠ વિકેટથી માત આપી હતી. પોવારની નિયુક્તિ ઓગસ્ટમાં થઈ હતી જ્યારે તુષાર અરોઠેએ સીનિયર ખેલાડીઓ સાથેના મતભેદના કારણે પદ છોડી દીધો હતો.

(6:10 pm IST)