Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ક્રિકેટ પછી ધોનીએ અજમાવ્યો લોન ટેનિસમાં હાથ અને મેળવી સફળતા

નવી દિલ્હી:ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પાછલા લગભગ એક મહિનાથી ક્રિકેટના મેદાનથી દૂર છે.એવામાં તેઓ ટેનિસમાં ન માત્ર હાથ અજમાવી રહ્યો છે પરંતુ તેની સાથે ટૂર્નામેન્ટ પણ જીતી રહ્યો છે.ક્રિકેટ, ફુટબોલ અને શૂટિંગ બાદ મહેન્દ્રસિંહ ધોનીએ રાંચીમાં લોન ટેનિસમાં પોતાનો હાથ અજમાવ્યો. રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં આયોજિત કન્ટ્રી ક્રિકેટ ક્લબ ટેનિસ ચેમ્પિયનશિપમાં ફાઈનલમા ધોનીએ જીત મેળવીને ટૂર્નામેન્ટ પોતાના નામે કરી નાંખી હતી.ફાઈનલમાં ધોની-સુમિતની જોડીની કનૈયા અને રોહિતની જોડી સાથે ટક્કર થઈ જેમાં ધોની-સુમિતની જોડીએ મેન્સ ડબલ્સ ફાઈનલમાં જીત નોંધાવી લીધી.કન્ટ્રી ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટની આ ફાઈનલ મેચને લઈને લોકોમાં પણ ખુબ જ ઉત્સાહ હતો. આ મેચ દરમિયાન ઝારખંડ ઓલિમ્પિક ફેડરેશનના સહ-સચિવ સંડય પાંડેયનું કહેવું છે કે, રમતો પ્રત્યે ધોનીને ઝનૂન છે, તેથી તેઓ કોઈપણ એક રમત સાથે બંધાયેલ નથી.ફાઈનલ મેચમાં ધોનીએ પોતાના જોડીદાર સુમિત સાથે કોર્ટમાં ઉતર્યા અને વિપક્ષી કન્હૈયા અને રોહિતની ટીમને સીધા સેટોમાં 6-3,6-3થી માત આપી દીધી.તમને જણાવી દઈએ કે, 37 વર્ષના ધોની હવે ઘણા લાબા સમય સુધી ઈન્ટરનેશલ ક્રિકેટથી દૂર રહેશે. હવે તેમને જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડે સિરીઝમાં જ જોવાનો લ્હાવો મળશે.

(6:09 pm IST)