Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ઝારખંડનો સૌથી મોટો કરદાતા બન્યો એમએસ ધોની

સૌથી વધુ ટેક્સ ભરનારા નવ લોકોને સન્માનિત કર્યા

ઝારખંડમાં વ્યક્તિગત રીતે સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ તરીકે એમએસ ધોનીનું નામ સામે આવ્યું છે. ધોનીએ વર્ષ 2017-18નાં વર્ષ માટે રૂપિયા 57.04 કરોડનો ટેક્સ ભર્યો હતો.

  મહેન્દ્રસિંહ ધોનીએ 2017-18માં 57.04 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. આયકર વિભાગે આયકર મંથન 2018 કાર્યક્રમમાં સૌથી વધુ ટેક્સ ભરનારા નવ લોકોને સન્માનિત કર્યા હતા. સાથે જ વિભાગે ઉત્કૃષ્ટ કામ કરનારા 75 અધિકારી અને કર્મચારીઓનું પણ સન્માન કર્યુ હતું. 

 આ કાર્યક્રમમાં ધોની હાજર ન હતો. તે ક્રિકેટ કંટ્રી ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટ રમવા મુંબઇ ગયો હતો. ટેક્સ આપવા મામલે બીજા નંબર પર રાંચીના બિઝનેસમેન નંદકિશોર અને ત્રીજા નંબરે અન્ય એક બિઝનેસમેન શંકર પ્રસાદ છે.

(12:40 pm IST)