Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

નવદંપતી ઝહીર ખાન -સાગરિકાએ ફેશન મેગેજીન માટે કરાવ્યું ફોટોશૂટ

નવી દિલ્હી:ક્રિકેટર ઝહીર ખાન અને એક્ટ્રેસ સાગરિકા ઘાટગે તાજેતરમાં લગ્નગ્રંથીથી જોડાયા છે. બંનેના મેરેજની ગ્રાંડ રિસેપ્શન પાર્ટી હોટલ તાજ મહેલ પેલેસમાં થઇ હતી. ફંકશનમાં બોલિવુડ અને સ્પોર્ટ્સ વર્લ્ડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.તાજેતરમાં ન્યૂલી મેરિડકપલે ફેશન મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે જેમાં બંને અલગ લૂકમાં નજર આવી રહ્યા છે. કપલે ફોટોશૂટ મેરેજના થોડા દિવસ પહેલા કરાવ્યું છેઉલ્લેખનીય છે કે, બોલિવુડનીચક દે ગર્લસાગરિકા ઘાટગે અને ક્રિકેટર ઝહીર ખાને ૨૩ નવેમ્બરે લગ્નગ્રંથીથી જોડાયા હતા.

મેરેજ પછી ઝહીર ખાન અને સાગરિકાએ ડાંસ પાર્ટી એન્જોય કરી હતી. પાર્ટીમાં સાગરિકા અને ઝહીરના ખાસ ફ્રેન્ડ્સ યુવરાજ સિંહ, હેઝલ કીચ, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સહિત ઘણા લોકો સામેલ થયા હતા. સાગરિકાએ તેના ડાંસ નાઈટના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના ક્રિકેટર ઝહીર ખાને બોલીવુડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા છે. બંનેના મેરેજના કેટલાક ફોટોઝ વાયરલ થયા હતા. ફોટામાં સાગરિકા લાલ સાડીમાં દુલ્હનની જેમ જોવા મળી હતી જ્યારે ઝહિર ખાન ક્રીમ રંગના કુર્તામાં જોવા મળ્યા હતા.

 

(5:59 pm IST)