Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

બોક્સર મેરીકોમે રાષ્ટ્રીય સુપરવાઇજરના પદ પરથી આપ્યું રાજીનામુ

નવી દિલ્હી: પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરીકોમે બૉક્સરમાં રાષ્ટ્રીય સુપરવાઇઝરના પદ પરથી રાજીનામુ આપ્યું છે. મેરીકોમે આ પગલું ત્યારે લીધું જયારે રમત મંત્રી રાજયવર્ધન રાઠોડે કહ્યું કે કોઈ પણ સક્રિય ખેલાડી રાષ્ટ્રીય સુપરવાઈઝરની  ભૂમિકા ભજવી નથી શકતું.

પાંચ વખતની એશિયાઈ ચેમ્પિયન મેરીકોમે કહ્યું કે હું દસ દિવસ પહેલા રમત મંત્રી સાથે વાત કરવા ગઈ હતી અને ત્યાર પછી મૈં રાષ્ટ્રીય સુપર્વાઇઝરના પદ પરથી રાજુનામુ આપ્યું છે. મેં ક્યારે પણ આ પદ માટે માંગણી કર ન હતી, મને તો આ પદ ગ્રહણ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

 

(5:58 pm IST)