Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

બોકસીંગ ટેસ્ટ ઈવેન્ટમાં થાપા અને પૂજાની ગોલ્ડન જીત

ટોકયો : ટોકયો ૨૦૨૦ બોકસીંગ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડન રહ્યો એમ કહી શકાય, કેમ કે આ ઈવેન્ટની ૬૩ કિલોગ્રામ કેટેગરીમાં શિવા થાપા અને ૭૫ કિલોગ્રામ કેટેગરીમાં પૂજા રાની ફાઈનલ મેચમાં પોતપોતાના હરીફને માત આપીને ગોલ્ડમેડલ જીત્યા હતા.

ચાર વખત એશિયન મેડલ જીતનાર શિવા થાપાએ ફાઈનલમાં કઝાકિસ્તાનના સાનાતાલી ટોલ્ટાયેવને ૫-૦થી હરાવ્યો હતો, જયારે પૂજા રાનીએ ઓસ્ટ્રેલિયાની કેટલીન પાર્કરને હરાવી હતી. સામા પક્ષે આશીષે ૬૯ કિલોગ્રામ કેટેગરીમાં જાપાનના સેવોન ઓકાજાવાન સામે હારીને સિલ્ડર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

(3:40 pm IST)