Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને ૭ વિકેટે હરાવ્યુ

કિવિઝ ૧૫૩/૫, ઈંગ્લેન્ડ ૧૫૪/૩: પાંચ ટી- ૨૦ મેચોની સિરીઝમાં ૧-૦થી લીડ

ઓવલઃ પાંચ મેચોની ટી- ૨૦ સિરીઝના પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને ૭ વિકેટે હરાવી સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.

ઈંગ્લેન્ડે ટોસ જીતી ન્યુઝીલેન્ડને દાવ આપતા ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૫૩ રન બનાવ્યા હતા. મુનરો ૨૧, સેફર્ટ ૩૨, ટેલર ૪૪ અને મિચેલએ ૩૦ રન બનાવ્યા હતા. જોર્ડન ૨, કુરન, રસીદ અને બ્રાઉને ૧-૧ વિકેટો ઝડપી હતી.

જવાબમાં ઈંગ્લેન્ડે તોફાની શરૂઆત કરી હતી. બેરસ્ટ્રો ૩૫, પિન્સ ૫૯, જયારે મોર્ગન ૩૪ અને બિલીંગ્સ ૧૪ રને નોટઆઉટ રહ્યા હતા. ૧૮.૩ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી ઈંગ્લેન્ડે ૧૫૩ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

(12:58 pm IST)