Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

દિલ્હી સ્ટેડિયમમાં બાંગ્લાદેશી ખેલાડીઓએ માસ્ક પહેરી કરી પ્રેક્ટીસ: ક્રિકેટર લીટન દાસની તસવીર વાયરલ

ગયા વર્ષે શ્રીલંકાના ખેલાડીઓ માસ્ક પહેરીને મેચ રમવા ઉતર્યા હતા

નવી દિલ્હી : દિલ્હીમાં હવાનું પ્રદુષણ ખરાબ હોવા છતાં અરુણ જેટલી સ્ટેડીયમમાં બાંગ્લાદેશના ખેલાડીઓ પ્રેક્ટીસ કરવા ઉતર્યા હતા , ભારત-બાંગ્લાદેશ વચ્ચે T 20 સીરીઝ રમાશે જેની પહેલી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં રમવામાં આવશે. મેચ માટે પ્રેક્ટીસ કરવા બાંગ્લાદેશના ખેલાડીઓ મેસ્ક પહેરીને ઉતર્યા હતા

   દેશની રાજધાની દિલ્હીમાં દર વર્ષે દિવાળી બાદ હવામાં પ્રદુષણનું સ્તર વધી જતું હોય છે. અત્યારે હવામાં પ્રદુષણનું સ્તર ખરાબ હોવા છતાં 3 નવેમ્બર થી અરુણ જેટલી સ્ટેડીયમમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે થનાર ત્રણ મેચોની સીરીઝની પહેલી મેચ રમાશે. હવાના સ્તરની ગુણવત્તા ઓછી હોવા છતાં બાંગલાદેશના ખેલાડીઓએ અરુણ જેટલી સ્ટેડીયમાં પ્રેક્ટીસ કરવા ઉતર્યા હતા. આ દરમિયાન ખેલાડીઓએ ખરાબ હવાથી બચવા માટે માસ્ક પહેર્યા હતા. જેમાં બાંગ્લાદેશી બેટ્સમેન લીટન દસ માસ્ક પહેરીને પ્રેક્ટીસ કરી રહ્યા હતા.

(11:54 am IST)