Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ટી૨૦ વર્લ્‍ડકપમાં ચેમ્‍પિયન બનનાર ટીમને મળશે અધધધ... ૧૩ કરોડ રૂપિયા

રનર્સઅપ ટીમને ૬.૫ કરોડ, સુપર-૧૨માં પહોચનાર દરેક ટીમને ૫૭ લાખ મળશે


નવી દિલ્‍હીઃ ટી૨૦ વર્લ્‍ડકપમાં ચેમ્‍પિયન બનનાર ટીમ ઉપર કરોડો રૂપિયાનો વરસાદ થશે જેમાં ચેમ્‍પિયન ટીમને $૧.૬ મિલિયન(અંદાજે રૂ. ૧૩ કરોડ) રનર અપ $૮ મિલિયન (અંદાજે રૂ. ૬.૫ કરોડ), સેમિફાઇનલમાં હારેલી ટીમો $૪ મિલિયન (અંદાજે રૂ. ૩.૨૬ કરોડ), સુપર ૧૨માં દરેક મેચ જીતનાર ટીમને ૪૦ હજાર ડોલર (અંદાજે રૂ. ૩૩.૬૨ લાખ) મળશે.
જયારે સુપર ૧૨માં ૭૦ હજાર ડોલર (લગભગ રૂ. ૫૭,૦૯ લાખ) માંથી દરેક ટીમને પ્રથમ રાઉન્‍ડમાં દરેક મેચ જીતનાર ટીમને ૪૦ હજાર ડોલર (લગભગ ૩૩.૬૨ લાખ રૂપિયા), પ્રથમ રાઉન્‍ડમાંથી બહાર થનારી દરેક ટીમને ૪૦ હજાર ડોલર (આશરે રૂ. ૩૩.૬૨ લાખ) મળશે.

 

(11:31 am IST)