Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

એથ્લેટીક્સ કોચ સાલાઝાર પર ડોપિંગ નિયમનું પાલન ન કરતા ચાર વર્ષનો પ્રતિબંધ

નવી દિલ્હી: એથ્લેટિક્સના કોચ આલ્બર્ટો સાલાઝાર, જેઓ મો ફરાહ અને ગિલિન રુપ જેવા સ્ટાર ઓલિમ્પિયન રમતવીરોના કોચ છે, તેને ડોપિંગના નિયમોના ભંગ બદલ ચાર વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે.યુએસ એન્ટી ડોપિંગ એજન્સી (યુએસએડીએ) દ્વારા ચાર વર્ષની તપાસ અને બંધ દરવાજા પાછળ લાંબી સંઘર્ષ બાદ 61 વર્ષીય સાલાઝાર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.યુએસએડીએ એ એમ પણ જણાવ્યું હતું કે સાલાઝારના માર્ગદર્શન હેઠળ અનેક એથ્લેટની તાલીમ આપતા ટેક્સાસ એન્ડોક્રિનોલોજિસ્ટ જ્યોફ્રી બ્રાઉનને પણ ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(5:11 pm IST)