Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

૧૯ ડિસેમ્બરે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં IPL ક્રિકેટ મેચ માટે હરરાજીઃ ખેલાડીઓની ટ્રેડિંગ વિન્ડો ૧૪ નવેમ્બરે બંધ થશે

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની સિઝન માટે ખેલાડીઓની હરાજી પ્રથમવાર કોલકત્તામાં 19 ડિસેમ્બરે યોજાશે. પશ્વિમ બંગાળની રાજધાની કોલકત્તા બોલીવુડના સ્ટાર શાહરૂખ ખાનની સહ માલિકી વાળી કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમનું યજમાની શહેર છે. અત્યાર સુધી મોટી ભાગની હરાજી બેંગલુરૂમાં કરવામાં આવી હતી.

ખેલાડીઓની 'ટ્રેડિંગ વિન્ડો' હજુ ખુલી છે જે 14 નવેમ્બરે બંધ થશે. આ દરમિયાન ટીમ પોતાના ખેલાડીઓની અદલા-બદલી કરવા સિવાય પોતાના ખેલાડીઓને બીજી ટીમમાં વેંચી શકે છે. ફ્રેન્ચાઇઝીઓએ હરાજીની જાણકારી સોમવારે આપવામાં આવી હતી. પ્રત્યેક ફ્રેન્ચાઇઝીને આઈપીએલ 2019ની હરાજી માટે 82 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે 2020ની સિઝન માટે આ રકમ 85 કરોડ રૂપિયા છે.

ફ્રેન્ચાઇઝી ટીમોને 2020ની પોતાની ટીમો તૈયાર કરવા માટે 85 કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી હતી. પ્રત્યેક ફ્રેન્ચાઇઝી પાસે ત્રણ કરોડની વધારાની રમક સિવાય પાછલા સિઝનની વધેલી રકમ હશે. દિલ્હી કેપિટલ્સની પાસે સૌથી વધુ 8 કરોડ 20 લાખ રૂપિયા વધ્યા છે, જ્યારે રાજસ્થાન રોયલ્સની પાસે સાત કરોડ 15 લાખ રૂપિયા છે.

કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ હરાવીમાં છ કરોડ પાંચ લાખ રૂપિયાની સાથે ઉતરશે. આગામી વર્ષે ફ્રેન્ચાઇઝી ભંગ થતાં પહેલા આ વર્ષે થનારી હરાજી અંતિમ હશે. ત્યારબાદ 2021ની ટીમો માટે નવી ભવ્ય હરાજી થશે. ભારતની ટી20 લીગ આઈપીએલનું આયોજન દર વર્ષે એપ્રિલ અને મેમાં કરવામાં આવે છે.

આઈપીએલ 2020 માટે ફ્રેન્ચાઇઝીની પાસે બાકી રકમ આ પ્રકારે છે...

ચેન્નાઈ સુપર કિંગ્સ: 3 કરોડ 20 લાખ રૂપિયા

દિલ્હી કેપિટલ: 7 કરોડ

કિંગ્સ ઇલેવન પંજાબ: ત્રણ કરોડ 70 લાખ રૂપિયા

કોલકાતા નાઈટ રાઇડર્સ: છ કરોડ પાંચ લાખ

મુંબઈ ઈન્ડિયન્સ: ત્રણ કરોડ 55 લાખ

રાજસ્થાન રોયલ્સ: સાત કરોડ 15 લાખ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: 1 કરોડ 80 લાખ રૂપિયા

સનરાઇઝર્સ હૈદરાબાદ: પાંચ કરોડ 30 લાખ

(4:56 pm IST)