Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ટેનિસ પ્લેયર સુમીત નાગલ જીત્યો એટીપી ચેલેન્જરનું ટાઈટલ

આર્જેન્ટિનાઃ ભારતના યુવા ટેનિસ પ્લેયર સુમીત નાગલે આર્જેન્ટિનામાં  રમાયેલી એટીપી ચેલેન્જરનું ટાઇટલ જીતી લીધું છે. આ જીત સાથે તે પોતાના કરીઅરના શ્રેષ્ઠ ૧૩૫માં ક્રમાંકે પહોંચી ગયો છે. આ રેન્કિંગમાં તેને ર૬ ક્રમનો ફાયદો થયો છે. લગભગ એક કલાક ૩૭  મિનિટ ચાલેલી મેચમાં સુમીતે આર્જેન્ટિનાના ફૈકુંડો બોગિન્સને ૬-૪, ૬-રથી હરાવ્યો હતો. તે ૨૦૧૭માં પહેલીવાર બેન્ગલોર ચેલેન્જર ઇવેન્ટ જીત્યો હતો. કોઈ ભારતીય ખેલાડીએ એટીપી ચેલેન્જરનું ટાઇટલ પોતાના નામે કર્યું હોવાની આ પ્રથમ ઘટના છે. આ ઉપરાંત સુમીત આ ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ એશિયન ખિલાડી બન્યો છે.

ટાઇટલ જીત્યા પછી સુમીતે કહ્યું,  આ શાનદાર અનુભવ હતો. હું અહીં એકલો આવ્યો હતો. મારી સાથે મારા કોચ સાસા નેનસેલ અને ટ્રેઇનર મિલોસ ગાગેલિક હાજર નહોતા. કોચ વગર રમવું અઘરંુ હોય છે. હવે મારે આવતા અઠવાડિયે બ્રાઝિલ જવાનું છે ત્યાં વધુ એક ચેલેન્જર ટુર્નામેન્ટ રમવાની હોવાથી મારી પાસે જીતની ઉજવણી કરવાનો સમય નથી. ખેલપ્રધાન કિરેન રિજિજુએ પણ સુમીતને જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

(3:22 pm IST)