Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

'નો સ્પિન’ પુસ્તકમાં શેન વોર્ને ડ્રેસિંગરૂમના કર્યા ચોંકાવનારા ખુલાસા

સાથી ખેલાડીઓની વર્તુણક અને અદેખાઈ સહિતની વાતોનો શેન વોર્ને કર્યો ઉલ્લેખ

સિડની :ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્નનું પુસ્તકનો સ્પિનમાર્કેટમાં પબ્લિશ થવા જઈ રહ્યું છે. પુસ્તકમાં શેન વોર્ને ઓસ્ટ્રેલિયાની ટીમમાં ડ્રેસિંગ રૂમમાં પસાર કરેલ સમયની કેટલીય વાતો રજૂ કરી છે તેમણે દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓનો પણ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે.ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન સ્ટીવ વો વિશે લખ્યું છે કે તેઓ મને સૌથી વધુ સ્વાર્થી લાગ્યા છે. પુસ્તકમાં વોર્ને લખ્યું છે કે ઓસ્ટ્રેલિયાની ટીમમાં જેમની પૂજા કરવામાં આવે છે તે પૈકી જસ્ટિન લેંગર, મેથ્યૂ હેડન, એડમ ગિલક્રિસ્ટ પ્રત્યે લોકોને જેટલી શ્રધ્ધા હતી એટલી મારા પ્રત્યે નહોતી.

 

  શેન વોર્ને લખ્યું છે કે તેઓ ટીમને પસંદ કરતા હતા. પણ જો હું પ્રમાણિકતાથી કહું તો અડધા કરતા વધુ સમય તેઓ મારાથી ઉદાસ રહેતા હતા. મારું તો માત્ર એટલું કહેવું છે કે કોણ ક્રિકેટ ટીમની કેપ વિમ્બલડનમાં પહેરે છે, શરમજનક બાબત છે. માર્ક વોને પણ કંઇક આવું લાગતું હતું. મારે વાત સાબિત કરવા માટે બેગી ગ્રીન કેપ પહેરવાની જરૂરિયાત નહોતી અને સાથે પણ કે મારા માટે ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી રમવાનું કેટલું મહત્ત્વ ધરાવે છે, સાથે આપણને જોઈ રહેલા દર્શકો માટે કેટલું મહત્ત્વનું છે. વોર્ની, મને નથી લાગતું કે તારે આગામી ટેસ્ટમાં રમવું જોઈએ: વો
  વો વિશે વાત કરતા વોર્ને તે સમયગાળા વિશે લખ્યું છે કે જ્યારે તેમને ફોર્મમાં નથી એવું કારણ આપીને વેસ્ટ ઈન્ડિઝ વિરુધ્ધ ટેસ્ટ સિરીઝ દરમિયાન વર્ષ 1999માં ટીમમાંથી બહાર કરી દીધા હતા. પોતાના કેપ્ટનનું સમર્થન નહીં મળવાને કારણે શેન વોર્નને લાગી રહ્યું હતું કે તેને નીચો દેખાડવામાં આવ્યો છે. વોર્ને ઘટનાનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે હું ઉપકેપ્ટન હતો અને સાધારણ બોલિંગ કરી રહ્યો હતો અને વોએ પસંદગીની બેઠકમાં શરૂઆત કરતા કહ્યું કે કોચ જ્યોર્જ માર્શે કહ્યું છે કે વોર્ની, મને નથી લાગતું કે તારે આગામી ટેસ્ટમાં રમવું જોઈએ. વોર્ન તુ બહુ સારી બોલિંગ નથી કરી રહ્યો
 વોર્ન પુસ્તકમાં યાદ કરતા લખે છે કે સન્નાટો છવાઈ ગયો અને મેં કહ્યું કે કેમ? અને મને એવો જવાબ મળ્યો કે મને નથી લાગતું કે તુ બહુ સારી બોલિંગ કરી રહ્યો છે. ત્યારે વોર્ને જણાવ્યું કે હાયોગ્ય નિર્ણય છે. પછી શેન વોર્ને કહ્યું કે મારો ખભો સર્જરી બાદ વધુ સમય માગી રહ્યો છે કે જ્યારે મેં આવું વિચાર્યું નહોતું અને હવે ફોર્મમાંથી ધીરે-ધીરે પરત ફરી રહ્યો છું, હવે હું ચિંતિત નથી

  . શેન વોર્ને લખ્યું છે કે મારા પ્રદર્શન સિવાય પણ અન્ય કેટલીક ઘટનાઓ બની છે અને મને લાગે છે કે એક પ્રકારની અદેખાઈ હતી. તેમણે મારી તમામ ચીજ અંગે ટોકાટોક શરૂ કરી દીધી, મને મારા ડાયટ અંગે ધ્યાન રાખવાનું કહ્યું અને મને કહેવામાં આવ્યું કે મારે તે મુદ્દે વધારે ધ્યાન આપવું જોઈએ કે મારે જીવનમાં કેવા વ્યક્તિ બનવું જોઈએ. અને મેં તેઓને કહ્યું કે દોસ્ત, તું પોતાના વિશે વિચાર.

(12:56 am IST)