Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

તીરંદાજીના વર્લ્ડ કપ ફાઇનલ્સમાં ભારતને મળ્યા ત્રણ મેડલ

નવી દિલ્હી: ભારતના કમ્પાઉન્ડ તીરંદાજ અભિષેક વર્માએ તુર્કીના સેમસનમાં કોરિયાની કિમ જોંગ હોને પરાજય આપી સિઝનના અંતિમ વર્લ્ડ કપ ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અભિષેક વર્મા અને સુરેખા વીની જોડીએ કમ્પાઉન્ડ મિક્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલમાં વર્મા અને સુરેખાની જોડી તુર્કી સામે 152-159થી હારી ગઈ હતી.તે ઉપરાંત તીરંદાજીના વર્લ્ડ કપ ફાઇનલ્સમાં ભારતીય તીરંદાજ દીપિકા કુમારીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે. તેણે લિજા ઉનરુને પછાડી મેડલ મેળવ્યો હતો. બંને તીરંદાજ પાંચ સેટ પુરો થયા પછી 5-5ની બરાબરી પર હતા. જેથી શૂટ ઓફ કરવો પડ્યો હતો. દીપિકા અને લિજાએ 9-9 પોઇન્ટ મેળવ્યા હતા. પણ દીપિકાએ સેન્ટર પાસે નિશાન લગાવ્યું હોવાથી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બ્રોન્ઝ પ્લે ઓફમાં કોરિયાના તીરંદાજે વર્મા સામે ક્વોલિફાઇ કર્યું પરંતુ ભારતીય તીરંદાજે 150માંથી 149 પોઇન્ટ મેળવી કોરિયન ખેલાડીને બહાર કર્યો હતો. વર્માએ કહ્યું કે, આ પોતાની જાતને શાંત કરી ધ્યાન આપવાની કમાલ છે. તમામ બાબતો છોડી તીર પર ફોકસ કરવાનું હોય છે. અભિષેકે 2015માં મેક્સિકોમાં યોજાયેલા પોતાના પ્રથમ વર્લ્ડ કપ ફાઇનલમાં સિલ્વર મેડલ જીતતાં ઇતિહાસ રચ્યો હતો.

(5:09 pm IST)