Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ફોર્મ્યુલા-1 ચેમ્પિયન લુઈસ હેમિલ્ટને જીત્યું રશિયા ગ્રાંપી ખિતાબ

નવી દિલ્હી: તાજેતરના ફોર્મ્યુલા-1 ચેપીયન મર્સીડીઝના ડ્રાઈવર બ્રિટેનના લુઈસ હેમિલ્ટને રશિયા ગ્રાંપી ખિતાબ જીતી લીધો છે. મળતી માહિત અનુસાર હેમિલ્ટને સતત ત્રીજી વખત ગ્રાંપી ખિતાબ જીત્યો છે. આ જીતની સાથે તેને ડ્રાઈવર સ્ટેડિંગમાં ફરફિન ડ્રાઈવર જર્મનીના સેબેસ્ટિયન વેટલ પર 50 અંકની બઢત બનાવી લીધી છે. વેટલ રેસમાં ત્રીજા નંબર પર હતો. આ સીઝનમાં હેમિલ્ટને આ આઠમી જીત મેળવી છે. હેમિલ્ટને એક કલાક અને 27 મિનિટમાં 25.181 સેકનેડમાં આ રેસમાં પહેલું સ્થાન હાસિલ કર્યું.

(5:06 pm IST)