Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ઇંગ્લેન્ડ સામેની ક્રિકેટ-સિરીઝમાટે ભારતીય બ્લાઇન્ડ ટીમની ઘોષણા

આવતી કાલથી ૨૭ ઓકટોબર સુધી ભારતીય ટીમે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની અનુક્રમે દ્વિપક્ષીય અને ટાયેગ્યુલર સિરીઝની તૈયારી શરૂ કરી છે. ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા દ્વારા ભારતમાં પ્રથમ વખત ઇગ્લેન્ડ સામે યોજાનારી ત્રણ વ્૨૦ મેચ માટેના ખેલાડીઓની યાદી જાહેર કરાઈ હતી. આ મેચો બેન્ગલોરમાં બીજી, ત્રીજી અને ચોથી ઓકટોબરે રમાશે. ત્યાર બાદ શ્રીલંકા પણ જોડાશે તેમ જ ટ્રાયેગ્યુલર સિરીઝ રમાશે. શ્રીલંકા સાથે બાદમાં દ્વિપક્ષીય સિરીઝ પણ રમાશે.

ભારતીય ટીમ

કેટેગરી બી-૧ : બસપ્પા વડગોલ, મહેશ કુમાર ચૌધરી, મોહમ્મદ ઈરફાન, આનંદુ શશી કુમાર, ઓમપ્રકાશ અને ઉમેર સીદીક.

કેટેગરી બી - ૨ : અજય કુમાર રેડ્ડી (કેપ્ટન), ગણેશભાઈ મુહુડકર (વિકેટકીપર), વેન્કટેશ મુનીહરણ, સ્વપ્નીલ વાઘ, લોકેશ, નકુલ બડાનાયક.

કેટેગરી બી - ૩ : સુનિલ રમેશ (વાઈસ કેપ્ટન), દુર્ગા રાવ, પંકજ ભુઈ, તાંડવા ક્રિષ્ણા, ચંદન.(૩૭.૧)

(3:49 pm IST)