Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સેરેનાએ ટોપલેસ થઈને ગાયું ગીત, સોશ્યલ મીડિયા પર મચાવી સનસની

બ્રેસ્ટ કેન્સરના મામલે જાગૃતિ લાવવાના અમેરીકન ટેનિસ ખેલાડીના પ્રયાસની તમામે કરી પ્રશંસા

બ્રેસ્ટ-કેન્સરના મામલે જાગૃતિ લાવવા માટે અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ ટોપલેસ થઈને એક ગીત ગાયું છે જે સોશ્યલ મીડિયામાં ઘણું વાઇરલ થયું છે. થોડા દિવસ પહેલાં જ US ઓપનની ફાઇનલમાં અમ્પાયર સાથે ઝઘડાને કારણે સેરેના વિશ્વભરમાં ચર્ચાસ્પદ બની હતી, પરંતુ ગઈ કાલે તેણે ફોટો-વિડિયો શેરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો રિલીઝ કર્યો હતો જેમાં તેણે હાથથી સ્તનને ઢાંકયાં છે તેમ જ સ્તન-કેન્સરના મામલે જાગૃતિ લાવવા એક ગીત Touch Myself’ ગાયું છે જે દ્વારા મહિલાઓને પોતાના જાતની નિયમિત ચકાસણી કરવા માટે જણાવવામાં આવ્યું છે.

૨૩ વખત એન્ડ-સ્લેમ જીતનાર અમેરિકન ખેલાડીએ કહ્યું હતું કે આ વખતે સ્તન-કેન્સર માટે જાગૃતિ લાવવા એક મહિનાની ઉજવણી દરમ્યાન મેં આ ઓસ્ટ્રેલિયન બેન્ડ ધ ડિવાઇનલ્સનું હિટ ગીત ‘ITouchMyself રેકોર્ડ કરાવ્યું હતું. હા, આ ગીત રેકોર્ડ કરતી વખતે મને થોડોક ખચકાટ થયો હતો, પરંતુ હું આવું કરવા માગતી હતી કારણ કે આ સમગ્ર વિશ્વની મહિલાઓ માટે એક ગંભીર મુદો છે. આ રોગની ઝડપી જાણકારી મળવી જરૂરી છે, કારણ કે એનાથી ઘણાનો જીવ બચાવી શકાય છે.

આ વિડિયો થોડા જ સમયમાં ઘણો વાઇરલ થયો હતો. પહેલાં દસ કલાકમાં જ ૧ કરોડથી વધુ લોકોએ એને જોયો હતો તેમ જ સેરેનાના સાહસને બિરદાવ્યું હતું.(૩૭.૧)

(3:49 pm IST)