Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

વિજય હજારે ટ્રોફી:બિહારનો સૌથી મોટી જીતનો રેકોર્ડ:સતત પાંચમો વિજય:ગ્રુપમાં પ્રથમ સ્થાને

બિહારના 338 રનના જવાબમાં સિક્કિમની ટીમ 31 ઓવરમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ

આણંદઃ બિહારે વિજય હજારે ટ્રોફીમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો છે વિજય હજારે ટ્રોફી વનડે ટૂર્નામેન્ટના પ્લેટ ગ્રુપમાં સિક્કિમને 292 રને હરાવ્યું હતું. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં રનના માધ્યમથી આ સૌથી મોટી જીત છે. આ પહેલા બરોડાએ ગત સિઝનમાં આસામને 279 રને હરાવ્યું હતું.અન્ય મેચોમાં ઉત્તરાખંડે મેઘાલય પર આઠ વિકેટે વિજય મેળવ્યો હતો જયારે નાગાલેન્ડે મણિપુરને નવ વિકેટે હરાવ્યું હતું. 

  બિહારે 338 રન બનાવ્યા હતા.જેમાં રહમતુલ્લાહે 103 બોલમાં 156 રન ફટાકાર્યા હતા. બિહારના વિશાળ સ્કોરના જવાબમાં સિક્તિમની ટીમ 31 ઓવરમાં માત્ર 46 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના માત્ર બે બેટ્સમેનો બે અંકમાં પહોંચી શક્યા હતા. 

  બિહાર તરફથી ઓપનર રહમતુલ્લાહ (156 રન) અને વિકાસ રંજન (23)એ પ્રથમ વિકેટ માટે 43 રન જોડ્યા હતા.બાદમાં રહમતુલ્લાહ અને બાબુલ (112 બોલમાં 92 રન) બીજી વિકેટ માટે 116 રન જોડ્યા. આ બંન્નેએ ટીમનો સ્કોર 209 સુધી પહોંચાડ્યો હતો. બિહાર માટે રોહિત રાજે પણ 30 રન બનાવ્યા હતા. 

  વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી સિક્કિમની ટીમના 9 બેટ્સમેનો બે આંકડા સુધી પણ ન પહોંચી શક્યા. બિહાર માટે કેપ્ટન કેશવ કુમાર અને અનુનય સિંહ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. રેહાન ખાનને બે સફળતા મળી હતી. 

  આ બિહારની સતત પાંચમી જીત છે. તેના 6 મેચોમાં 22 પોઈન્ટ થઈ ગયા છે. તે પ્લેટ ગ્રુપમાં ટોપ પર છે. બિહાર અને પોંડિચેરીનો મેચ રદ્દ થઈ ગયો હતો. ઉત્તરાખંડ 16 પોઈન્ટની સાથે બીજા સ્થાન પરછે. સિક્કિમની ટીમ એકપણ મેચ જીતી શકી નથી, અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે છે. 

 

(9:05 am IST)