Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ભાલકાની ખેડૂત પુત્રી અર્ચના નાઘેરા જૂડોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ

રાજકોટની ખેલાડી અર્ચના નાથાભાઇ નાઘેરાએ 32 કિલ્લો વર્ગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો

ગીર સોમનાથ જિલ્લાના ભાલકા ગામની વતની અર્ચના નાઘેરાએ આગામી 4 નવેમ્બરથી શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધીત્વ કરશે જુડૉ કોમનવેલ્થ ચેમ્પિયનશીપ 4 નવેમ્બેર 2018માં જયપુરમાં યોજાશે. ભારતીય જુડો ટીમની પસંદગી અર્થે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભોપાલ મુકામે જૂડો ઓપન સિલેક્શન 22 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી રાખાયું હતું. જેમા રાજકોટની ખેલાડી અર્ચના નાથાભાઇ નાઘેરાએ 32 કિલ્લો વર્ગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કોમનવેલ્થ જૂડો ચેમ્પિયનશીપ માટે પોતાનું સ્થાન કરી લીધું છે. જો કે અહી સુધી પહોંચવામાં કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે વિશ્વના અલગ અલગ 50થી વધુ દેશો ભાગ લેવાના છે. 

 

(9:05 am IST)