Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ભારતીય ક્રિકેટર સંજૂ સેમસન પર લાગ્યો ત્રણ મેચનો પ્રતિબંધ

નવી દિલ્હી: કેરળ ક્રિકેટ સંઘે તેના રાજ્યની ટીમના પાંચ ખેલાડીઓ પર પ્રતિબંધ મુક્યો છે, જ્યારે 8 ખેલાડીઓ વિરૂદ્ધ દંડ લગાવ્યો છે. જે ખેલાડીઓ પર દંડ લાગ્યો છે તેમાં ભારતીય ક્રિકેટર સંજૂ સેમસનનો પણ સમાવેશ થાય છે. આ તમામને રાજ્યની ટીમના કેપ્ટન સચીન બેબીનો વિરોધ કરવાના મામલે સજા મળી છે.કેસીએના સચીવ શ્રીજીત નાયર દ્વારા કહેવામાં આવ્યુ છે કે આ તમામ ખેલાડીઓ સાથે વ્યકિતગત વાતચીત પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેઓ આવનારા ત્રણ વનડે મેચ નહી રમી શકે. જેમને દંડ ફટકારાયો છે તેમની વનડે પેનલ્ટી બીસીસીઆઈના ત્રણ મેચની ફી બરાબર છે. ખેલાડીઓને કહેવામાં આવ્યુ છે કે દંડની રકમ પ્રધાનમંત્રી રાહત કોષમાં 15 સપ્ટેમ્બર પહેલા જમા કરાવવાની રહેશે.

(5:39 pm IST)