Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતની ચાર મહિલાઓ સેમિફાઇનલમાં પહોંચી

પૂજા રાની, લવલીના બોરગોહિન,જાની અને પિંકી જાંગદાનુ શાનદાર પ્રદર્શન ;ત્રણ પુરુષો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

નવી દિલ્હી : એશિયાડ ગોલ્ડ મેડલ વિજેતા પૂજા રાની (75 કિગ્રા) અને વર્લ્ડ બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના બોરગોહિન (69 કિગ્રા) તેના સિવાય દે અને ઉપરાંત રશિયામાં ચાલી રહેલા મોગોમેડ સલામ ઉમાખાનોવ સ્મૃતિ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી છે. ઇન્ડિયા ઓપનના સુવર્ણચંદ્રક વિજેતા નીરજ (57 કિગ્રા) અને પૂર્વ વિશ્વ યુવા ચેમ્પિયનશીપ બ્રોન્ઝ મેડલ વિજેતા જાની (60 કિગ્રા) પણ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે.

આ વર્ષે સ્ટ્રાંજા મેમોરિયલ કપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર લવલીનાએ રશિયાની આનાસ્તાસિયા સિગાએવાને 5-0થી હરાવી હતી.હવે તે બેલારુસની એલિના વેબેર સાથે રમશે. પૂજાએ રશિયાની લૌરા મામેદકુલોવાને 4-1થી હરાવી હતી. જાનીએ બેલારુસના અનાસ્તાસિયા ઓબુશેન્કોવાને 5-0થી હરાવી હતી. કોમનવેલ્થ ગેમ્સની ભૂતપૂર્વ બ્રોન્ઝ મેડલ વિજેતા પિંકી જાંગડા (51 કિગ્રા) ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈને બહાર થઈ ગઈ.ઇન્ડિયા ઓપન 2018 ચેમ્પિયને બેલારુસની યુલિયા અપાનોસોવિચને 5-0થી હરાવી.હતી 

પુરુષોમાં આશિષ ઇંશા (50 કિગ્રા) એ અઝરબૈજાનના સલમાન અલીજાદેને 4-1થી હરાવીને છેલ્લા આઠમાં પ્રવેશ કર્યો. તે પહેલા, કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા ગૌરવ સોલંકી ( 56 કિગ્રા), જીબી બોક્સિંગ સિલ્વર મેડલ વિજેતા ગોવિંદ સાહની (49 કિગ્રા) અને 2018 ઈન્ડિયા ઓપન ગોલ્ડ મેડલ વિજેતા સંજીત (91 કિગ્રા) પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે.

(11:42 pm IST)