Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ફિફા પ્લેયર એવૉર્ડ માટે રોનાલ્ડો અને મેસીનું નામ નોમિનેટ

નવી દિલ્હી: ફિફાએ બુધવારે પોર્ટુગલના મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાના લિયોનલ મેસ્સી સહિત કુલ 10 ખેલાડીઓને શ્રેષ્ઠ ફીફા મેન્સ પ્લેયર એવોર્ડ માટે નામાંકિત કર્યા છે. આ યાદીમાં ન્યૂઝ એજન્સી સિન્હુઆના ત્રણ ખેલાડીઓ, વર્તમાન ચેમ્પિયન લીગ વિજેતા ઇંગ્લિશ ફૂટબલ ક્લબ લિવરપૂલનો સમાવેશ છે. ઇંગ્લિશ ક્લબ વતી રમનારા સાદિઓ માને, મોહમ્મદ સલાહ અને વર્જિલ વેન ડાઇક આ એવોર્ડ જીતી શકે છે.એવોર્ડ જીતવા માટેના અન્ય ઉમેદવારોમાં ફ્રેન્કી ડી યોંગ, મેથિઆસ ડી લિટ, એડન હેઝાર્ડ, હેરી કેન અને કાઇલીયન એમ્બપ્પીનો સમાવેશ છે. ફ્રાન્સમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પ્રદર્શનના આધારે મહિલા વિભાગની ઘણી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. અમેરિકાના ખિતાબ વિજેતા મેગન રેપિનો, એલેક્સ મોર્ગન, જુલિયન ઇર્ટ્ઝ અને રોઝ લેવિલેને નામાંકિત કર્યા છે. આ સૂચિમાં લ્યુસી બ્રોન્ઝ, એડા હેગરબર્ગ, અમાન્ડી હેનરી અને વેન્ડી રેનાર્ડ શામેલ છે.

(5:46 pm IST)