Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

સુરક્ષાના કારણે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનમાં મેચ રમવા કર્યો ઇન્કાર

પાકિસ્તાનમાં સરકાર ભલે બદલાઈ ગઈ હોય પણ વિશ્વમાં પાકિસ્તાનને આતંકવાદીના દેશનું લેબલ હવે રીતસરનું નડી રહ્યું છે. ક્રિકેટરોની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદ કોઈ પણ દેશ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માગતો નથી. પીસીબીના ઘણા પ્રયત્નો છતાં કોઈ દેશ આ ચેલેન્જને સ્વીકારવા માગતો નથી. સુરક્ષાના કારણે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનમાં મેચ રમવાથી ઇન્કાર કરી દીધો છે.

(9:29 pm IST)