Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

હું પ્રથમ સેટમાં ધીમી હતી, જેના કારણે હરીફ ખેલાડીને આત્મવિશ્વાસ મળી ગયો અને મારાથી આગળ નીકળી ગઇઃ સેરેના વિલીયમ્સનો મુબાડાલા સિલિકોન વૈલી ક્લાસિક ટુર્નામેન્ટમાં ખરાબ પરાજય

કેલિફોર્નિયાઃ સેરેના વિલિયમ્સને મુબાડાલા સિલિકોન વૈલી ક્લાસિક ટૂર્નામેન્ટમાં ખરાબ હારનો સામનો કરવો પડ્યો. બ્રિટનની જોહાના કોન્ટાએ પ્રથમ રાઉન્ડના મેચમાં સેરેનાને એક કલાક કરતા ઓછા સમયમાં 6-1, 6-0થી પરાજય આપ્યો. આ અમેરિકી દિગ્ગજના કેરિયરની સૌથી એકતરફી હાર રહી. 

સેરેનાએ આ પહેલા પોતાના કેરિયરમાં ક્યારેય એક ગેમ જીતી નથી. તેણે 2014માં સિંગાપુરમાં ડબલ્યૂટીએ ફાઇનલ્સમાં બે ગેમ જીતી હતી, જ્યારે તે સિમોના હાલેપ સામે 6-1, 6-0 સામે હારી ગઈ હતી. સેરેના અહીં ત્રણ વખત ચેમ્પિયન રહી છે. પુત્રીના જન્મ આપ્યા બાદ તે પાંચમી ટૂર્નામેન્ટ રમી રહી હતી. વિમ્બલ્ડનમાં એંજેલિક કર્બર સામે હાર્યા બાદ આ તેની પ્રથમ મેચ હતી. 

હાર બાદ સેરેનાએ કહ્યું, મને લાગે છે કે તેણે (જોહાના કોન્ટાએ) બીજા સેટમાં શાનદાર રમત દાખવી. હું પ્રથમ સેટમાં ધીમી હતી અને આ કારણે તેને આત્મવિશ્વાસ મળ્યો અને તે મારાથી આગળ નીકળી ગઈ. 23 વખતની સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સ હવે મોન્ટ્રિયલમાં 6 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રોજર્સ કપમાં રમશે. 

(6:33 pm IST)