Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

કિયા સુપર લીગમાં ભારતીય મહિલા ક્રિકેટ સ્મૃતિએ બનાવ્યો રેકોર્ડ

નવી દિલ્હી:ભારતીય મહિલા ખેલાડી સ્મૃતિ મંધાનાએ ઇંગ્લૅન્ડમાં ચાલતી મહિલાઓની કિયા સુપર લીગમાં ગઈ કાલે માત્ર ૧૮ બૉલમાં હાફ-સેન્ચુરી ફટકારી હતી. આ ઇનિંગ્સને કારણે તેણે T૨૦ના ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી ૫૦ રન કરવાના રેકૉર્ડની બરાબરી કરી હતી. મંધાના પહેલાં ન્યુ ઝીલૅન્ડની સોફી ડિવાઇને પણ ૧૮ બૉલમાં જ હાફ-સેન્ચુરી ફટકારી હતી. મંધાના કિયા સુપર લીગમાં વેસ્ટર્ન સ્ટૉર્મ તરફથી રમી રહી છે. વરસાદના વિઘ્નને કારણે વેસ્ટર્ન સ્ટૉર્મ અને લાગોબોરોહ લાઇટનિંગ વચ્ચેની ૨૦ ઓવરની મૅચને ઘટાડીને ૬-૬ ઓવરની કરવામાં આવી હતી.
જેમાં સ્મૃતિએ ઓપનિંગ કરતાં ૧૯ બૉલમાં પાંચ ચોગ્ગા અને ૪ સિક્સરની મદદથી નૉટઆઉટ બાવન રન કર્યા હતા જેને કારણે ટીમે ૬ ઓવરમાં બે વિકેટે ૮૫ રન બનાવ્યા હતા. જવાબમાં લાગોબોરોહની ટીમ વિના વિકેટે માત્ર ૬૭ રન જ કરી શકી હતી. આમ વેસ્ટર્ન સ્ટૉર્મે આ મૅચ ૧૮ રનથી જીતી હતી. ન્યુ ઝીલૅન્ડની ખેલાડી સોફી ડિવાઇને ૨૦૧૫માં ભારત સામે રમાયેલી T૨૦ મૅચમાં જ ૧૮ બૉલમાં હાફ-સેન્ચુરી કરી આ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. 

(5:14 pm IST)