Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ઈંગ્‍લેંડનો ખેલાડી મેદાને કેમેરો લઈ ઉતરશે !: ઓલી પોપ પોતાના હેલ્‍મેટમાં કેમેરો ફીટ કરી ભારત સામેની મેચમાં મેદાને ઉતરશે !

ઓલી પોપનાં હેલ્‍મેટમાં લગાવવામાં આવેલો કેમેરો સીધો જ બ્રોડકાસ્‍ટર સાથે જોડાશે : હેલ્‍મેટમાં લગાવવામાં આવેલ કેમેરામાં કોઈ અવાજ રેકોર્ડ નહી થાય

નવી દિલ્‍લી તા.૦૧ : ભારત અને ઈંગ્‍લેન્‍ડ વચ્‍ચે રમાઈ રહેલ ટેસ્‍ટ મેચમાં ઇતિહાસ રચાયો છે. ટેસ્‍ટ ક્રિકેટનાં ઇતીહાસમાં પ્રથમ વખત ઈંગ્‍લેન્‍ડનો ઓલી પોપ નામનો ખેલાડી પોતાના હેલ્‍મેટમાં કેમેરો લઈ મેદાને ઉતરશે. જો કે આ કેમેરામાં આવાજ રેકોર્ડ નહી થાય પરંતુ આ કોમેરો સીધો બ્રોડકાસ્‍ટર સાથે જોડાયેલો હશે. ત્‍યારે મેદાન પર લાગેલ કેમેરાનાં કારણે દર્શકોને એક નવું અને અદ્ભુત રોમાંચ જોવા મળશે. જેની આઈ.સી.સી. અને ઈંગ્‍લેન્‍ડ ક્રિકેટ બોર્ડે મંજૂરી આપી છે.

તે ફિલ્ડિંગ દરમિયાન આ કેમેરા લગાવી શકશે. ઓલી પોપના હેલ્મેટમાં લગાવવામાં આવેલો આ કેમેરો સીધો જ બ્રોડકાસ્ટર સાથે જોડાયેલ હશે, જેથી દર્શકો મેદાન પરની એક્શનને ખૂબ જ સરળતાથી જોઈ શકશે. તે જ સમયે, ICC અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ માટે માન્યતા આપી છે.

ઓલી પોપના હેલ્મેટમાં લાગેલો આ કેમેરો મેદાન પર કોઈનો અવાજ રેકોર્ડ કરી શકતો નથી. જોકે અવાજ માટે સ્ટમ્પ માઈકનો ઉપયોગ પહેલાથી જ થાય છે. હવે મેદાન પર લાગેલા કેમેરાના કારણે દર્શકોને એક નવું અને અદ્ભુત રોમાંચ જોવા મળશે. આવા પ્રયોગને ટેસ્ટ ક્રિકેટમાં પ્રોત્સાહન આપવા તરીકે જોવામાં આવી રહ્યું છે.


પહેલા પણ કરવામાં આવ્યો છે ઉપયોગ

સ્કાય સ્પોર્ટ્સે આ પ્રકારનો પ્રયોગ ધ હન્ડ્રેડ 2021 દરમિયાન મેચમાં કર્યો છે. આ મેચમાં દર્શકોને એવું લાગ્યું કે જાણે તેઓ મેદાન પર જઈને મેચ ખૂબ નજીકથી જોઈ રહ્યા હોય. છેલ્લા એક વર્ષથી ભારત અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટની રાહ જોવાઈ રહી છે. ટીમ ઈન્ડિયા સીરીઝમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની ઈજાના કારણે જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ વાઇસ કેપ્ટનની જવાબદારી રિષભ પંતને સોંપવામાં આવી છે. ઈંગ્લેન્ડે ભારત સામે તેની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી દીધી છે.

ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11

એલેક્સ લીસ, જેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સી), સેમ બિલિંગ્સ (ડબલ્યુકે), મેથ્યુ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, જેમ્સ એન્ડરસન.

(10:39 pm IST)