Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ભારતીય ક્રિકેટ ટીમને ઝટકોઃ ઇંગ્‍લેન્‍ડ વિરૂદ્ધ પાંચ મેચોની ટેસ્‍ટ સિરીઝ પહેલા શુભમન ગિલ ઇજાગ્રસ્‍તઃ ટેસ્‍ટ સિરીઝમાંથી બહાર થવાની સંભાવના

નવી દિલ્હીઃ ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ આંતરિક ઇજાને કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની સિરીઝથી બહાર થઈ શકે છે અને તેની જગ્યાએ અભિમન્યુ ઈશ્વરન મુખ્ય ટીમમાં સામેલ કરી શકાય છે જે હાલ સ્ટેન્ડ બાય છે. તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે ચાર ઓગસ્ટથી શરૂ થનારી સિરીઝ પૂર્વ ઓપરેશન કરાવવાની જરૂર છે કે નહીં.

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ના એક સીનિયર અધિકારીએ ગોપનીયતાની શરત પર કહ્યું- શુભમનના ટેસ્ટ સિરીઝમાંથી બહાર થવાની સંભાવના છે પરંતુ હજુ તેમાં એક મહિનાનો સમય છે. પરંતુ હજુ તેમાં એક મહિનાનો સમય છે. અમને જેટલો ખ્યાલ છે જે ઈજા ગંભીર છે.

માનવામાં આવી રહ્યું છે કે ગિલની પિંડલી ઈજાગ્રસ્ત છે કે તેની હેમસ્ટ્રિંગમાં સમસ્યા છે જેને ઠીક થવામાં સમય લાગશે. તે ખ્યાલ નથી કે તેને ક્યારે ઈજા થઈ છે. મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ ટીમમાં બે અન્ય ઓપનિંગ બેટ્સમેન છે. જો ગિલ બહાર થાય તો ઈશ્વરનને મુખ્ય ટીમમાં જગ્યા મળી શકે છે.

ભારતે ગુમાવી હતી WTC ફાઇનલ

18થી 23 જૂન સુધી રમાયેલી ઐતિહાસિક ફાઇનલ વર્ષબાધિત રહી હતી. પહેલા અને ચોથા દિવસે દિવસ એકપણ બોલ ફેંકાયા વગર ધોવાયો હતો. ખરાબ હવામાનને કારણે બીજા અને ત્રીજા દિવસે પણ રમત વહેલી પૂરી થઈ ગઈ હતી. મેચનું પરિણામ છઠ્ઠા દિવસે એટલે રે રિઝર્વ ડેમાં આપ્યું હતું. ભારત દ્વારા આપવામાં આવેલા 139 રનના સામાન્ય લક્ષ્યને ન્યૂઝીલેન્ડે સરળતાથી હાસિલ કરી ભારતને આઠ વિકેટે પરાજય આપ્યો હતો.

(4:34 pm IST)