Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ટીમ ઈન્ડિયાને ફટકોઃ ગિલને ઈજાઃ લગભગ આખી ટેસ્ટ સિરીઝમાંથી બહાર

મયંક કે રાહુલ ઓપનીંગ કરશેઃ અભિમન્યુ ઈશ્વરને પણ બોલાવાયો

નવી દિલ્હીઃ ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ આંતરિક ઇજાને કારણે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ મેચોની સિરીઝથી બહાર થઈ શકે છે અને તેની જગ્યાએ અભિમન્યુ ઈશ્વરન મુખ્ય ટીમમાં સામેલ કરી શકાય છે જે હાલ સ્ટેન્ડ બાય છે. તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે ચાર ઓગસ્ટથી શરૂ થનારી સિરીઝ પૂર્વ ઓપરેશન કરાવવાની જરૂર છે કે નહીં.

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના સુત્રોએ જણાવ્યું છે કે શુભમનના ટેસ્ટ સિરીઝમાંથી બહાર થવાની સંભાવના છે પરંતુ હજુ તેમાં એક મહિનાનો સમય છે. પરંતુ હજુ તેમાં એક મહિનાનો સમય છે. અમને જેટલો ખ્યાલ છે જે ઈજા ગંભીર છે.

માનવામાં આવી રહ્યું છે કે ગિલની પિંડલી ઈજાગ્રસ્ત છે કે તેની હેમસ્ટ્રિંગમાં સમસ્યા છે જેને ઠીક થવામાં સમય લાગશે. તે ખ્યાલ નથી કે તેને ક્યારે ઈજા થઈ છે. મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ ટીમમાં બે અન્ય ઓપનિંગ બેટ્સમેન છે. જો ગિલ બહાર થાય તો ઈશ્વરનને મુખ્ય ટીમમાં જગ્યા મળી શકે છે.

(11:44 am IST)