Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

સહેવાગનું ટ્વીટ : 'ફરી એક સાથે'

ક્રિકેટના મેદાન પર વિરોધી ટીમના બોલરને પરસેવો છોડાવનારા પૂર્વ દિગ્ગજ બેટ્સમેનોની તિકડી સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને સૌરવ ગાંગુલી કોમેન્ટ્રી બોકસમાં એક સાથે જોવા મળ્યા હતા.  સચિન તેંડુલકરે આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં ટીવી કોમેન્ટેટરના રૂપમાં પોતાની નવી ઇનિંગ્સની શરૂઆત કરી છે. સચિન અને સેહવાગ ભારતની ૨૦૧૧ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના સભ્ય હતા. ભારત શ્રીલંકાને હરાવીને એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ચેમ્પિયન બન્યુ હતું.હવે ભારત વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં વર્લ્ડકપમાં રમવા માટે ઉતર્યુ છે. જયારે સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં ભારત ૨૦૦૩ના વર્લ્ડકપની ફાઇનલમાં પહોચ્યુ હતું જોકે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.  સચિન તેંડુલકરે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઓપનિંગ મેચમાં કોમેન્ટેટર તરીકે નવી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ૪૬ વર્ષીય સચિન તેંડુલકર સ્ટાર સ્પોર્ટ્સ પર મેચ પહેલા શોમાં કોમેન્ટેટરની પેનલમાં હતો. મેચ દરમિયાન સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વિરેન્દ્ર સેહવાગ એક સાથે કોમેન્ટરી કરતા જોવા મળ્યા હતા. સેહવાગે તસવીર ટ્વીટ કરતા લખ્યુ, 'ફરી એક સાથે'.

(3:51 pm IST)