Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

રિયલ મેડ્રીડના કોચ ઝીદાને રાજીનામુ આપ્યું

નવી દિલ્હી: રિયલ મેડ્રીડના કોચ અને ફ્રાન્સના લેજન્ડ ફૂટબોલર ઝીદાને રિયલના કોચ તરીકે અચાનક રાજીનામું આપી દેતા ફૂટબોલ જગત સ્તબ્ધ થઇ ગયું છે. હજુ ગત રવિવારે ફાઈનલમાં રિયલ મેડ્રીડે લીવરપુલને -૧થી હરાવીને સતત ત્રીજી વખત યુરોપિયન ચેમ્પિયન્સ કલબ ટુર્નામેન્ટનું ટાઈટલ મેળવ્યું હતું. ઝીદાન ત્રણેય વર્ષથી ટીમના કોચ તરીકે કાર્યરત હતો.
૨૦૧૬ની જાન્યુઆરીથી ઝીદાને કોચ તરીકેની જવાબદારી સંભાળી ત્યારે  તેમના સ્ટાર ખેલાડી બેનીટેઝની શિસ્તભંગના કારણસર હકાલપટ્ટી થયેલી તે અરસામાં ઝીદાને ટીમ સંભાળી  હતી. ટીમનો જુસ્સો આંતરિક સંઘર્ષને લીધે તળિયે હતો.ઝીદાને કોઈ સંતોષકારક કારણ આપીને રાજીનામું નહિ આપ્યું હોઈ અનેક અટકળો થઇ રહી છે.
ઝીદાને રિયલ મેડ્રીડ કલબને સત્તાવાર લેખિતમાં એવું જણાવ્યું છે કે બહુ લાંબો સમય એક ટીમના કોચ રહેવાથી ખેલાડીઓ પર હદે પ્રભાવ નથી રહેતો .ખેલાડીઓને પણ નવા વિચારો, નવો ચહેરો અને નવું ડ્રેસિંગ રૃમ વાતાવરણ જોઈએ જે હવે નવો કોચ આવી તાજગી આપશે.
લેજન્ડરી ફૂટબોલર અને કોચ એવા ઝીદાનને ખેલાડીઓ જોડે કોઈ મતભેદ હોય તેવું ના લાગ્યું.જો એવું હોય તો હદે ત્રણ વર્ષથી ટીમનું  ઉચ્ચ સ્તરનુંપ્રદર્શનન ના રહે. હા એવું કહી શકાય કે ઝીદાને કોચ તરીકે ઐતિહાસિક સિદ્ધી મેળવી તે પછી તેને સમય યોગ્ય લાગ્યો હોય. રવિવારે ચેમ્પિયન બન્યા પછી ટીમના ખેલાડીઓએ તેને હવામાં ઉછાળીને માન સાથે ઉજવણી કરી હતી.

(5:33 pm IST)