Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

કોમન વેલ્થ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયન સંજિતા ચાનુ ડોપ ટેસ્ટમાં ફેલ

ડોપિંગ નિયમના ઉલ્લંઘન બદલ અસ્થાયી રીતે સસ્પેન્ડ

આંતરરાષ્ટ્રીય વેઇટ લિફ્ટિંગ ફેડરેશનની જાણકારી અનુસાર કોમનવેલ્થ ગેમ્સમાં 2 વખતની ચેમ્પિયન ભારતીય વેઇટ લિફ્ટર સંજિતા ચાનૂ ડોપ ટેસ્ટમાં ફેલ થઈ છે. કોમનવેલ્થ ગેમ્સ-2018માં મહિલા વેઇટ લિફ્ટિંગમાં ભારત માટે 53 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનાર ચાનુનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા ફેડરેશને ચાનુને ડોપિંગ નિયમના ઉલ્લંઘન બદલ અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દીધી છે.

(5:09 pm IST)
  • વનડે રેકિંગમાં નેપાળ,નેધરલેન્ડ,સ્કોટલેન્ડ અને યુએઈનો આઇસીસીએ કર્યો સમાવેશ :જોકે આ ટીમોના રેકિંગમાં સામેલ થવાથી ટોચની 12 ટીમોના રેકિંગમાં કોઈ ફેરફાર થયો નથી :નેધરલેન્ડની ગયા વર્ષે જયારે અન્ય ત્રણ ટીમોને આ વર્ષે વનડે રમવાનો દરજ્જો મળ્યો છે access_time 1:06 am IST

  • રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત :સિહોરની જીઆઇડીસી ન,1 નજીક ત્રિપલ સવારી બાઈકને અજાણ્યા વાહને અડફેટે લીધું :બે ના મોતની આશંકા :લોકોના તોલા એકત્ર થયા ;અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો access_time 12:09 am IST

  • શિવસેનાની માન્યતા રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ માંગ :સેન્ટર ફોર અકાઉન્ટબીલીટી એન્ડ સિસ્ટમીક ચેન્જ (સીએએસસી )સંસ્થાના સચિવ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતને આવેદન આપીને શિવસેનાની રાજકીય પાર્ટી તરીકે માન્યતા રદ કરવા માંગ કરાઈ :આવેદનમાં શિવસેનાના મુખપત્ર સામના ના સંપાદકીયનો ઉલ્લેખ છે જેમાં ચૂંટણી પંચ અને લોકતંત્રને સતાધારી પક્ષની રખૈલ ગણાવાઈ છે access_time 1:02 am IST