Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ભારતના પ્રવાસે આવનારી તમામ ટીમો અફઘાનિસ્તાન સામે રમશે પ્રેકિટસ મેચ

યુદ્ધ અને આતંકવાદની સમસ્યાથી પીડાતા ખેલાડીઓના આત્મવિશ્વાસ અને કુશળતામાં વધારા માટે ભારતીય ક્રિકેટ બોર્ડે કરી વ્યવસ્થા

ભારતનો પ્રવાસ કરનારી તમામ આંતરરાષ્ટ્રીય ટીમો હવે અફઘાનિસ્તાન સામે એક પ્રેકટીસ મેચ રમશે, જેને કારણે યુદ્ધ અને આતંકવાદથી પીડિત આ દેશના ક્રિકેટ ખેલાડીઓને સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો અનુભવ મળશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ પોતાના કાબુલ - પ્રવાસ દરમિયાન આ ઘોષણા કરી છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષી ક્રિકેટ સંબંધો પર ચર્ચા કરવા માટે અમિતાભ ચૌધરી ત્યાં ગયા છે.

ભારત ૧૪થી ૧૮ જૂન સુધી અફઘાનિસ્તાન સાથે પહેલી ઐતિહાસિક ટેસ્ટની બેંગ્લોરમાં યજમાની કરશે. અમિતાભ ચૌધરીએ કહ્યું હતું કે આ નિર્ણયથી ખેલાડીઓના આત્મવિશ્વાસ અને કુશળતામાં વધારો થશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ આતીફ મશાલે કહ્યું હતું કે 'અફઘાનિસ્તાન હવે આઈસીસીનું કાયમી સભ્ય છે. અમારા ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે સારા સંબંધો છે, જેમાં વધુ મજબૂતી આવશે.'

(4:39 pm IST)