Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

આઈપીએલ -14: રાહુલે ધવનથી છીનવી ઓરેન્જ કેપ

નવી દિલ્હી: શુક્રવારે રાત્રે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) સામે અણનમ 91 રન બનાવ્યા બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન લોકેશ રાહુલે દિલ્હી કેપિટલના ઓપનર શિખર ધવન પાસેથી ઓરેન્જ  કેપ છીનવી લીધી છે. રાહુલે હવે ટૂર્નામેન્ટમાં સાત મેચમાંથી 331 રન બનાવ્યા છે. ધવનની સાત મેચમાંથી 311 રન છે. ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન ફાફ ડુપ્લેસિસ છ મેચમાંથી 270 રનની સાથે ત્રીજા નંબરે છે. ધવનની ટીમનો સાથી પૃથ્વી શો સાત મેચમાં 269 રન સાથે ચોથા ક્રમે છે. બોલિંગમાં બેંગલોરનો બોલર હર્ષલ પટેલ સાત મેચમાં 17 વિકેટ સાથે ટોચ પર છે અને તેની પાસે જાંબુડિયાની કેપ છે. દિલ્હીનો આવેશ ખાન સાત મેચમાં 13 વિકેટ સાથે બીજા નંબરે છે.

(4:56 pm IST)