Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ભારતના જીમ્નાસ્ટ પ્રણતિ નાયકને મળશે ઓલિમ્પિક ક્વોટામાં જગ્યા

વોલ્ટ ઇવેન્ટમાં એશિયન બ્રોન્ઝ મેડલ જીતનાર જિમનાસ્ટ પ્રણતિ નાયકને જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા કોંટિનેંટલ ક્વોટા મળશે.ટોક્યોમાં મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એશિયન ચેમ્પિયનશીપ્સ કોવિડ રોગચાળાને કારણે રદ કરવામાં આવી છે, તેથી ન વપરાયેલ કોંટિનેંટલ ક્વોટા એશિયન ક્ષેત્રના જ લાયક રમતવીરોમાં વહેંચવામાં આવશે. એક નિયમ મુજબ, શ્રીલંકાની એલ્પીટિયા બેજલ ડોના મિલ્કા ગે એશિયન ક્વોટા માટે પ્રથમ અનામત છે, જ્યારે પ્રણતિ બીજા અનામત છે. જો કે, બંને 23 જુલાઇથી શરૂ થનારી ઓલિમ્પિકમાં ભાગ લેશે.

(4:55 pm IST)