Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

સાઇના નેહવાલ મોટા અપસેટનો શિકાર બની ન્યૂઝીલેન્ડ ઓપનના પ્રથમ રાઉન્ડમાં બહાર

પ્રથમ રાઉન્ડમાં તેને 203 રેન્ક નીચેની શટલર સામે હારનો સામનો કરવો પડ્યો

 

ઓકલેન્ડઃ ભારતીય શટલર સાઇના નેહવાલ  મોટા અપસેટની શિકાર બની હતી. ન્યૂઝીલેન્ડ ઓપનમાં મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં તેને 203 રેન્ક નીચેની શટલર સામે હારનો સામનો કરવો પડ્યો છે. ચીનની વાંગ ઝીયેઈએ સાઇનાને 21-16, 23-21, 21-4થી પરાજય આપ્યો હતો. બીજી તરફ મેન્સ સિંગલ્સમાં ભારતીય શટલર એચએસ પ્રણવ અને બી સાઈ પ્રણીત પોત-પોતાના મુકાબલા જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.

   સાઇના અને વાંગ ઝીયેઈ પ્રથમ વાર એક-બીજા વિરુદ્ધ કોર્ટ પર ઉતરી હતી. સાઇનાની હાલની વર્લ્ડ રેન્કિંગ-9 છે. વાંગ વિશ્વની 212માં નંબરની મહિલા શટલર છે. તેણે ગત વર્ષે યૂથ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

   સાઇનાના પરાજય સાથે મહિલા સિંગલ્સમાં ભારતીય પડકારનો અંત આવી ગયો છે. ટૂર્નામેન્ટમાં સાઇના સિવાય ભારતની અનુરા પ્રભુદેસાઈ ઉતરી હતી, તે પણ હારી ગઈ છે

(1:13 am IST)