Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ધોની રમશે કે નહીં એનો નિર્ણય ટોસ પહેલાં લેવામાં આવશેઃ કોચ ફ્લેમિંગ

ચેન્નઈના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું હતું કે કેપ્ટન ધોની થોડો બીમાર હોવાથી આજની મેચમાં રમશે કે નહીં એનો નિર્ણય ટોસ કરતાં પહેલાં લેવામાં આવશે. તે સોમવારે પ્રેકિટસમાં અને મંગળવારે ટ્રેઇનિંગ સેશનમાં ટીમ સાથે જોડાઈ શકયો નહોતો. ધોનીએ આ સીઝનમાં બે મેચ ગુમાવી છે. આજે તે નહીં રમે તો અંબાતી રાયુડુ વિકેટકીપિંગ કરે એવી પૂરી સંભાવના છે. ધોની સંપૂર્ણ ફિટ થાય એ જરૂરી છે, કારણ કે આવતા મહિનાથી ભારત ઇંગ્લેન્ડમાં વન-ડે ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ વર્લ્ડ કપ રમવા જશે.

(1:18 pm IST)