Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

યુવરાજસિંહ અને હરભજનસિંહે શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનનું સમર્થન કરતા ભારે ટીકા થઇ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈ વિશ્વભરમાં જારી છે. આ જંગ સામે લડવા વિશ્વભરના ખેલાડીઓ સહિત ઘણા ભારતીય ખેલાડી પણ સામે આવ્યા છે. રોહિત શર્મા, ગૌતમ ગંભીર, અનિલ કુંબલે અને ગાંગુલીએ જરૂરીયાત ઘરાવતા લોકોને દાન આપવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન યુવરાજ સિંહે એવો વીડિયો ટ્વીટ કર્યો, જેથી તેની ખુબ ટીકા થઈ રહી છે. આ પોસ્ટમાં યુવીએ શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનનું સમર્થન કર્યું, પરંતુ લોકોને આ વાત ગમી નથી.

યુવરાજ સિવાય હરભજન સિંહે પણ શાહિદ આફ્રિદીના ફાઉન્ડેશનને સપોર્ટ કરવાની વાત કરી હતી. હરભજન સિંહે ટ્વીટર પર લખ્યું હતું, 'વિશ્વભરમાં લોકો હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. આપણે આપણા તરફથી પ્રયત્ન કરવો જોઈએ. આફ્રિદી અને તેનું ફાઉન્ડેશન સારૂ કામ કરી રહ્યું છે. તમે તેનો સાથ આપો, અને જેટલી મદદ કરી શકો એટલી કરો, કોવિડ-19 સામે લડવામાં મદદ કરો.'

યુવી અને ભજ્જીના ઘણા ભારતીય ફેન્સ આ ટ્વીટ બાદ ભડકી ગયા, એક મહિલાએ યુવરાજને કહ્યું કે, તેને ટ્વીટ કરવાના કેટલા રૂપિયા મળ્યા છે.

એક બીજા યૂઝરે આફ્રિકીને મોહમ્મદ ગૌરી કહ્યો, તેણે લખ્યું, યુવી ભાઈ તમને પૃથ્વીરાજ ચૌહાણ બનવાનો શોખ હોય તો જરૂર બનો, પરંતુ હવે અમે મોહમ્મદ ગૌરી પર દયા ન દેખાડી શકીએ.

તો ભજ્જીએ પણ પોતાના આ ટ્વીટ માટે ફેન્સનો ગુસ્સો સહન કરવો પડી રહ્યો છે. ઘણા લોકોએ તો તેને ગદ્દાર પણ કર્યો. એક યૂઝરે ફિલ્મની તસવીર શેર કરતા કહ્યું, 'તે પહેલા કે તને ગદ્દાર ગણાવીને ગોળી મારૂ, ભાગી જા અહીંથી.'

(4:31 pm IST)