Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ઘોડેસવારી કરતો જાડેજા

રાજકોટઃ ખેલાડી હાલના લોકડાઉનના સમયમાં સૌ કોઇ પોત પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે અને પોતાના મનગમતાં કામ કરતા જોવા મળી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ પોતાની ફેવરીટ એકિટવિટી કરતો જોવા મળી રહ્યો છે. આ વિડિયો તેણે સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો. વાસ્તવમાં જાડેજા આ વિડિયોમાં હોર્સ-રાઇડિંગ કરતો જોવા મળી રહ્યો અને એ પણ એકદમ આત્મવિશ્વાસ સાથે સફેદ ઘોડાની સવારી કરતો વિડીયો અપલોડ કરીને જાડેજાએ એને પોતાની 'ઓલ ટાઇમ ફેવરિટ' કહી હતી. થોડા સમય અગાઉ પણ રવીન્દ્ર જાડેજાએ એક વિડિયો અપલોડ કર્યો હતો જેની સાથે તેણે લખ્યું હતું, 'રનિંગ મારી તાકાત છે અને મારી બોડીને રીપેર કરવાનો આ યોગ્ય સમય છે.'

કોરોનાને લીધે અનેક ખેલાડીઓ વિવિધ પ્રયાસ કરી રહ્યા છે અને સરકારને પોતાનાથી બનતી નાણાકીય મદદ પણ કરી રહ્યા છે.

(3:59 pm IST)
  • દિલ્હીના નિઝામુદ્દીન મરકઝથી પાછા ફરેલ તબ્લીગી જમાતના વ્યકિતનું ભાવનગરમાં મૃત્યુ થતાં ખળભળાટ : નવભારત ટાઈમ્સનો અહેવાલ access_time 11:31 am IST

  • મહારાષ્ટ્ર : કોરોનાના ૧૮ નવા કેસઃ ૧રના મોતઃ દર્દી સતત વધી રહ્યા છે access_time 11:41 am IST

  • દિલ્હીમાં કેજરીવાલ સરકારની મોટી જાહેરાત : કોરોનાની સારવારમાં રોકાયેલા ડોક્ટર ,નર્સ ,પેરા મેડિકલ સ્ટાફ ,તથા સફાઈ કર્મચારીનું કોરોના વાઇરસથી મૃત્યુ થશે તો સરકાર તેના પરિવારને 1 કરોડ રૂપિયા ચુકવશે access_time 4:45 pm IST