Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

ઈન્ડિયન ઓપન ૫૦૦ સિરીઝ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સમાં કિદામ્બીને મળ્યું સિલ્વર

નવી દિલ્હીભારતના કિદામ્બી શ્રીકાંતને હરાવીને ડેનમાર્કના વિક્ટર એક્સેલસને ઈન્ડિયન ઓપન ૫૦૦ સિરીઝ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતી લીધુ હતુ. નવી દિલ્હીમાં યોજાયેલી બેડમિંટનની એલિટ ટુર્નામેન્ટની ફાઈનલમાં શ્રીકાંતનો એક્સેલસન સામે -૨૧, ૨૦-૨૨ થી પરાજય થયો હતો. સાથે ભારતીય ખેલાડીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતોઘરઆંગણે યોજાયેલી ઈન્ડિયન ઓપનમાં શ્રીકાંત એકમાત્ર ભારતીય ખેલાડી હતો કે, જે ફાઈનલમાં પ્રવેશી શક્યો હતો. પી.વી. સિંધુ વિમેન્સ સિંગલ્સમાં અને પી. કશ્યપ મેન્સ સિંગલ્સમાં પોતપોતાની સેમિ ફાઈનલ મેચો હારીને બહાર ફેંકાયા હતા.ભારતની સ્ટાર ખેલાડી સાયના નેહવાલ ઈજાના કારણે રમવા ઉતરી નહતીભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ભારતીય બેડમિંટન સ્ટાર શ્રીકાંતને બીજી ગેમમાં જીતવાની તક હતી. જોકે, એક્સેલસનની આક્રમક રમત સામે તે ટકી શક્યો નહતો અને આખરે હારી ગયો હતોકિદામ્બી શ્રીકાંત છેલ્લા ૧૭ મહિનામાં પહેલી વખત ફાઈનલ રમવા ઉતર્યો હતો. તે છેલ્લે ૨૦૧૭માં ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યો હતો. શ્રીકાંત અને એક્સેલસન વચ્ચેનો મુકાબલો બરોબરીનો રહ્યો હતો અને શરૃઆતના ૧૦ પોઈન્ટ્સના અંતે રસપ્રદ જંગ જામ્યો હતો. જોકે શ્રીકાંતની અનફોર્સ્ડ એરર્સનો લાભ ઉઠાવતા એક્સેલસને પોતાનું પ્રભુત્વ જમાવી દીધું હતુ અને આસાનીથી જીત મેળવી હતી. બીજી ગેમમાં શરૃઆતમાં -૫થી પાછળ પડેલા શ્રીકાંતે જોરદાર કમબૅક કરતાં સ્કોર ૧૨-૧૨થી ઓલ કર્યો હતો. જે પછી બંને વચ્ચે રસપ્રદ જંગ જામ્યો હતો. જોકે એક્સેલસને ૨૨-૨૦થી બીજી ગેમની સાથે મેચ જીતી લીધી હતી

(6:35 pm IST)