Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બીસીસીઆઇના અધ્‍યક્ષ સૌરવ ગાંગુલીને હોસ્‍પિટલમાંથી રજા અપાઇઃ એક અઠવાડિયુ આરામ કરવા તબીબોની સલાહ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. એંજિયોપ્લાસ્ટી થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. તેમને એક અઠવાડિયા માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ડોક્ટરોના અનુસાર હવે સૌરવ ગાંગુલીની તબિયત ઠીક છે. 

તાજેતરમાં જ સૌરવ ગાંગુલીને હાર્ટ એટેકની સમસ્યા થઇ હતી. ગાંગુલીની આ વર્ષના શરૂઆતમાં બે વાર એંજિયોપ્લાસ્ટી થઇ ચૂકી છે. તેમની ધમનીમાં અવરોધ દૂર કરવા માટે એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. પહેલીવાર એંજિયોપ્લાસ્ટી બાદ સૌરવ ગાંગુલી ખૂબ સ્વસ્થ્ય જોવા મળ્યા હતા અને તેમને આઇપીએલની તૈયારીઓનું નિરિક્ષણ પણ કર્યું હતું. પરંતુ ફરીથી તબિયત ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

સૌરવ ગાંગુલીને આ મહિનાની શરૂઆતમાં 2 જાન્યુઆરીના રોજ હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેમની એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ એંજિયોપ્લાસ્ટી કલકત્તાના વુડલેંડ્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. 27 જાન્યુઆરીના રોજ સૌરવ ગાંગુલીની તબિયત ફરી એકવાર બગડી ગઇ ત્યારબાદ તેમને કલકત્તાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. તે ત્યાં ક્રિટિકલ કેર યૂનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે એંજિયોપ્લાસ્ટીમાં BCCI ચીફના હાર્ટમાં સ્ટેંટ લગાવવામાં આવ્યા છે. લગભગ એક કલાકની આ પ્રક્રિયા બાદ તેમને બેડ પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. સૌરવ ગાંગુલીની તબિયતની જાણકારી લેવા મમતા બેનર્જી પણ એપોલો હોસ્પિટલમાં દાખલ પહોંચ્યા હતા. આ દરમિયાન રાજ્યપાલ જગદીપ ધનકડએ ટ્વિટ કરી સૌરવ ગાંગુલીની તબિયત વિશે જાણકારી આપી હતી અને તેમના જલદી સાજા થવાની કામના કરવામાં આવી હતી.

(5:29 pm IST)