Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

અન્ડર-૧૯ વર્લ્ડ કપ : રોમાંચક મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને હરાવ્યું

મેન ઓફ ધ મેચ મોહમ્મદ હુરેરાની ૬૪ રનની અણનમ ઇનિંગ

મુંબઈ : આઈસીસી અન્ડર-૧૯ વર્લ્ડ કપની ચોથી ક્વાર્ટરફાઈનલમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને ૬ વિકેટથી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો, જ્યાં તેમનો મુકાબલો ભારતથી થશે. અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા માત્ર ૧૮૯ રન બનાવી શકી, જેના જવાબમાં પાકિસ્તાને ચાર વિકેટ ગુમાવી ૪૨ મી ઓવરમાં જ જીત પ્રાપ્ત કરી લીધી હતી. મોહમ્મદ હુરેરાને તેમની ૬૪ રનની અણનમ ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ટોસ જીતી અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેમના બેટ્સમેનો મહત્વની મેચમાં શાનદાર રમત દેખાડવામાં નિષ્ફળ રહ્યા અને સંપૂર્ણ ટીમ ૪૯.૧ ઓવરમાં ૧૮૯ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન ફરહાન જખીલે સૌથી વધુ ૪૦ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિર ખાને સૌથી વધુ ત્રણ અને ફહાદ મુનીરે બે વિકેટ લીધી હતી.

ટાર્ગેટના જવાબમાં ઓપનર બેટ્સમેન મોહમ્મદ હુરૈરાએ ૬૪ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી અને ટીમની જીતને એકતરફી કરી દીધી હતી. અંતમાં મોહમ્મદ હારીસ (૨૯*) અને કાસીમ અકરમ (૨૫*) એ પાંચમી વિકેટ માટે ૬૩ રનની અવિજિત ભાગીદારી નિભાવી અને ટીમને ૫૩ બોલ બાકી રહેતા જીત અપાવી દીધી હતી. અફઘાનિસ્તાન તરફથી માત્ર નુર અહેમદ બે વિકેટ લઇ શક્યા હતા.

ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ ૪ ફ્રેબુઆરીને પોટચેસ્ટરૂમમાં ભારત અને પાકિસ્તાન અને બીજી સેમીફાઈનલ ૬ ફ્રેબુઆરીના પોટચેસ્ટરૂમમાં જ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશથી ટકરાશે.

પ્લેટ લીગમાં નવમાંથી ૧૨ માં સ્થાનના પ્લે-ઓફ સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડે કેપ્ટન જોર્જ બોલ્ડરસન (૪૫* અને ૩ વિકેટ) ઓલરાઉન્ડર પ્રદર્શનના આધારે ઝિમ્બાબ્વેને ૭૫ રનથી હરાવી દીધું હતું. પ્લેટ લીગની ફાઈનલમાં હવે ઇંગ્લેન્ડનો સામનો ૩ ફ્રેબુઆરીના શ્રીલંકાથી થશે. ૧૧ માં સ્થાન માટે હવે ઝિમ્બાબ્વેનો સામનો સ્કોટલેન્ડ સામે થશે. ૧૩ માં સ્થાન માટે કેનાડાનો સામનો યુએઈ અને ૧૫ માં સ્થાન માટે જાપાનનો સામનો નાઈઝીરીયાથી થશે.

(2:08 pm IST)