Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

ઓસ્‍ટ્રેલિયન ઓપનને મળશે નવો ચેમ્‍પિયન?: કાલે જોકોવિચ સામે ટકરાશે

મેલબર્નઃ ઓસ્‍ટ્રેલિયન ઓપનમાં આ વર્ષે નવો ચેમ્‍પિયન મળી શકે એવું લાગી રહ્યું છે. રવિવારે રમાઈ રહેલી ફાઈનલમાં ઓસ્‍ટ્રિયન પ્‍લેયર ડોમિનિક થીએમ અને સર્બિયાના નોવાક જોકોવિચ જોવા મળશે. જોકોવિચ સાત વાર આ ચેમ્‍પિયનશિપ જીતી ચૂકયો છે અને આઠમી વાર તે  જીતવાનો પ્રયત્‍ન કરશે. જોકે પહેલીવાર ફાઈનલમાં પહોંચેલા ડોમિનિક થીએમ પર પણ સૌની નજર છે. તે એલેકઝેન્‍ડર ઝવેરેવને હરાવીને ફાઈનલમાં પહોંચ્‍યો હતો. ડોમિનિક જે રીતે તેની મેચ રમી રહ્યો છે એ જો કન્‍ટિન્‍યુ રાખે તો તે ફાઈનલ પણ જીતી શકે એમ છે.

(11:55 am IST)