Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

હાર્દિક પંડ્યાના મામલે ICCની સ્પષ્ટતાઃ ભારતીય ટીમનું વર્તન સારૂ

ડેવિડ રિચર્ડસને ગઈ કાલે વિરાટ કોહલીને રમતનો શ્રેષ્ઠ દૂત ગણાવ્યો હતો અને હાર્દિક પંડ્યા દ્વારા ટીવી-કાર્યક્રમમાં કરેલી કમેન્ટને મામલે પુછાયેલા સવાલનો જવાબ આપતાં હતું કે આ જે-તે દેશ માટે ચિંતાનો વિષય છે. સામાન્ય રીતે ભારતીય ટીમ ઘણું સારું વર્તન કરનારી ટીમ છે. તેઓ અમ્પાયરોના નિર્ણયને સ્વીકારે છે અને સારી ભાવનાથી ક્રિકેટ રમે છે.

વિરાટ કોહલી વિશે તેણે કહ્યું હતું કે તે સારું રમે છે. તે માત્ર ટી-૨૦ ફોર્મેટ જ નહીં, પરંતુ ટેસ્ટ અને વન-ડેમાં પણ એટલા જ ઉત્સાહથી રમે છે. મારા મતે તમામ સારા ખેલાડીઓ તમામ ફોર્મેટમાં રમવા માગે છે. રિચર્ડસનને પૂછવામાં આવ્યું કે શું ભારતે હાર્દિકને મામલે યોગ્ય રીતે વ્યવહાર કર્યો તો તેણે કહ્યું હતું કે મને આશા છે કે ભારત બહુ ઝડપથી આ વિવાદને ઉકેલશે, પરંતુ વૈશ્વિક રીતે જોઈએ તો આ બહુ મોટો મુદ્દો નથી.(૩૭.૯)

(4:16 pm IST)