Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

અંડર-19 વિશ્વ કપ: મેચ રમ્યા વગર પાકિસ્તાન ત્રીજા નંબર પર

નવી દિલ્હી: પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચે આઈસીસી અંડર-19 ક્રિકેટ વિશ્વ કપમાં ત્રીજા સ્થાન માટે આયોજિત મેચમાં વરસાદ વિઘ્ન બનતા મેચ રદ કરવામાં આવી હતી. જોકે ગ્રુપમાં ટોપ પર રહેનાર પાકિસ્તાન ટીમને ત્રીજું સ્થાન આપી દેવામાં આવ્યું છે. એટલે કે પેસ્ટને મેચ રમ્યા વગર આઈસીસી અંડર-19 વિશ્વ કપમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે. કવીન્સટાઉન  ઇવેન્ટ સેન્ટરમાં ત્રીજા સ્થાન માટે આયોજિત મેચમાં વરસાદ વિઘ્ન ઉભું કર્યું હતું. પરંતુ ગ્રુપ ડીમા પાકિસ્તાન ટીમ ટોપ પર હતી જેના પરિણામે પાકિસ્તાન ટીમને ત્રીજા સ્થાન માટે પસંદ કરવામાં આવી છે.

(4:19 pm IST)