Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

બાંગ્લાદેશે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટનો સ્કોર 374/4

નવી દિલ્હી:મોમીનુલ હકની ૨૦૩ બોલમાં ૧૬ ચોગ્ગા અને છગ્ગા સાથેની નોટઆઉટ ૧૭૫ રનની યાદગાર ઈનિંગને સહારે બાંગ્લાદેશે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસં સંગીન શરૃઆત કરતાં ચાર વિકેટે ૩૭૪ રન ફટકાર્યા હતા. હકને રહીમનો સાથ મળ્યો હતો, જેણે ૯૨ રન ફટકાર્યા હતા. જ્યારે ઓપનર તમીમે ૫૨ રન નોંધાવ્યા હતાટોસ જીત્યા બાદ બાંગ્લાદેશે બેટીંગ પસંદ કરી હતી. જ્યારે શ્રીલંકાના બોલરો માટે આજનો દિવસ અત્યંત સંઘર્ષમય રહ્યો હતો. લકમલે ૪૩ રનમાં બે અને ડી.પરેરા તેમજ સનદાકને એક-એક વિકેટ ઝડપી હતી.

(4:18 pm IST)