Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રોહિત શર્માને અંતિમ બંને ટેસ્ટ માટે વાઈસ કેપ્ટન બનાવાયો: પસંદગીકારો મોટો નિર્ણય

વિરાટ કોહલીને પ્રથમ ટેસ્ટ બાદ સ્વદેશ પરત ફરવાને લઈને અજીંક્ય રહાણેને કેપ્ટનશીપ

મુંબઈ : ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર રહેલ ભારતીય ક્રિકેટ ટીમની સાથે જોડાયેલા રોહિત શર્માને લઈને હવે ચર્ચાઓ ઉઠવા લાગી હતી. રોહિત શર્માને કેપ્ટન બનાવવાને લઈને તર્ક લગાવવામાં આવી રહ્યા હતા. હવે ભારતીય ટીમના પસંદગીકારોએ તે અંગેના સવાલોના જવાબો આપી દીધો છે. પસંદગીકારોએ સિડની ટેસ્ટ  પહેલા જ મહત્વનો નિર્ણય કર્યો છે.

ચાર મેચની સીરીઝમાં 7 જાન્યુઆરીથી સિડનીમાં શરુ થતી ત્રીજી ટેસ્ટ મેચ માટે પસંદગીકારોએ રોહિત શર્માને ભારતીય ક્રિકેટ ટીમનો ઉપ કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્મા બ્રિસબેન માં રમાનારી ટેસ્ટ મેચમાં પણ ઉપકપ્તાન તરીકે રહેશે. વિરાટ કોહલીને પ્રથમ ટેસ્ટ બાદ સ્વદેશ પરત ફરવાને લઈને અજીંક્ય રહાણેને  કેપ્ટનશીપ સોંપી હતી.

BCCI એ હાલમાં જ પ્રેસ રીલીઝ જારી કરીને આ વાતની જાણકારી આપી હતી. જે મુજબ રોહિત શર્માને ઓસ્ટ્રેલીયાની સામે અંતિમ બંને મેચ માટે ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્માની ઈજાને લઈને ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે શરુઆતના તબક્કાથી બહાર રખાયો હતો. બાદમાં તેને અંતિમ બે ટેસ્ટ મેચ માટે પસંદ કરવામાં આવ્યો છે. એનસીએમાં ફિટનેશ ટેસ્ટ પાસ કરવાના બાદ તે ઓસ્ટ્રેલીયા પહોંચ્યો હતો. જ્યાં તે 14 દિવસના ક્વોરન્ટાઈન સમય પસાર કરીને તે ટીમ ઈન્ડીયા સાથે જોડાયા હતા.

(9:45 pm IST)