Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ટીમ ઈન્ડિયાએ મેલબોર્નમાં નવા વર્ષની કરેલી ઉજવણી

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે : કે.એલ રાહુલે ફોટો શેર કર્યો જેમાં જસપ્રિત બુમરાહ, મયંક અગ્રવાલ અને ટીમનો સપોર્ટ સ્ટાફ જોવા મળે છે

મેલબોર્ન, તા. ૧ : ટીમ ઇન્ડિયાએ ત્રીજી ટેસ્ટ મેચ પહેલાં મલેબોર્નમાં ૨૦૨૧ના આગમનની ઉજવણી કરી. સ્ટાર બેસ્ટમેન કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. જેમાં જસપ્રીત બુમરાહ, મયંક અગ્રવાલ ઉપરાંત ટીમના સપોર્ટ સ્ટાફના કેટલાક સભ્યો જોવા મળ્યા હતા. ટીમ ઇન્ડિયાના ધુરંધર કેએલ રાહુલે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, નવા વર્ષ નવો અનુભવ, નવી સંભાવનાઓ, નવા સપના, તાજા શરૂઆત.

ઉપરાંત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

ત્રીજી ટેસ્ટ ૭  જાન્યુઆરીએ સિડનીમાં રમાશે. ભારતીય ટીમ બ્રેક બાદ શનિવારથી પ્રેક્ટિસ કરશે. ખેલાડીઓ સંભવત ૪ જાન્યુઆરીએ સિડની રવાના થશે. સામાન્ય રીતે ટીમ નવવર્ષની પૂર્વ સંધ્યાએ સિડની પહોંચી જવાની હતી. પરંતુ કોરોના સંક્રમણને લીધે ખેલાડીઓ મેલબોર્નમાં જ રોકાઇ ગયા હતા. બીજી બાજુ, ૧૪ દિવસના ક્વોરન્ટાઇનને પૂરો કર્યા બાદ ભારતનો સ્ટાર બેસ્ટમેન રોહિત શર્મા ગુરુવારે મેલબોર્ન ગ્રાઉન્ડ પર પહેલીવાર પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. સિડની ટેસ્ટમાં રોહિત શર્મા રમે તેવી સંભાવના છે.

(7:47 pm IST)